પ્રવીણ ગઢવી

Tuesday, August 18, 2015

ગાંધી અને આંબેડકર



ગાંધી ચાલ્યા છેડેથી .

આંબેડકર ચાલ્યા પેલે છેડેથી .

ભેગા થયા બંધારણને ત્રિભેટે.

ગાંધી ચાલ્યા સત્ય-અહિંસા માર્ગે,

આંબેડકર ચાલ્યા સત્ય-સંઘર્ષ માર્ગે.

ગાંધીએ ઝંખ્યો સર્વત્ર સમભાવ,

આંબેડકર હૈયે કેવળ મમ ભાવ.

ગાંધીએ કીધો નમક સત્યાગ્રહ,

આંબેડકરે કીધો જળ સત્યાગ્રહ.

ગાંધીએ ઈચ્છ્યું સ્વરાજ,

આંબેડકરે માગ્યું સ્વમાન.

ગાંધી મથ્યા દિલમાં દીવો પ્રગટાવવા,

આંબેડકર ઝઝૂમ્યા દિલમાં આગ જગાવવા.

 

(કવિતાસંગ્રહ કવિનો અવાજ’,૨૦૦૯માંથી)

No comments:

Post a Comment