કથક્ક્લીની કથા એક:
શ્યામસુંદરી નક્રતુંડી ભગિની
નરકાસુર દૈત્ય કેરી.
કીધો જઘન્ય અપરાધ
ઈન્દ્રપુત્ર જયંત વાંચ્છ્યો-ચાહ્યો
અપાર.
તું શ્યામ, હું ગૌર વર્ણ.
તું અસુર, હું સોર.
તું શૂદ્ર, હું સવર્ણ.
તું દાસ, હું સ્વામી.
તું નરકવાસિની, હું સ્વર્ગઅધિપતિપુત્ર.
તું પાતાળલોક, હું સ્વર્ગલોક...
તારો મારો સંયોગ ન કડી સમભાવ.
કર્યો તેં અનધિકૃત પ્રવેશ સ્વર્ગમધ્યે,
ન સ્થાન તારું અત્રે .
જા, ભાગ, અન્યથા નિશ્ચિત વધ
તારો.
કથા કથક્ક્લી કેરી
પુનર્જન્મ પામતી યુગેયુગે.
આજે પણ એ જ કથા-વ્યથા
શ્યામસુંદર
દલિત કન્યા કેરી.
(કવિતાસંગ્રહ ‘કવિનો અવાજ’,૨૦૦૯માંથી )
No comments:
Post a Comment