પ્રવીણ ગઢવી

Tuesday, August 18, 2015

પરિણામ


 

 

એકલવ્યનું અંગૂષ્ઠ છેદન

પરિણામ: કૃષ્ણવધ.

 

દ્રૌંપદીનું ચીરહરણ

પરિણામ: દુશાસન ઉરુભંગ.

ગાંધીને કીધો ફૂલી

પરિણામ: બ્રિટિશ તાજરાજનો અસ્ત.

ફૂલેનો બહિષ્કાર

પરિણામ: શૂદ્ર–અતિશૂદ્ર શક્તિનો જન્મ.

આંબેડકરની જન્મોજન્મ તૃષા

પરિણામ : દલિત ચૈતન્યનો વિસ્ફોટ.

છતાં, છતાં

હજી અંધ ધૃતરાષ્ટ્ર તમે?

 

(કવિતાસંગ્રહ કવિનો અવાજ’,૨૦૦૯માંથી)

No comments:

Post a Comment