ગૌતમે જોયો રોગી,
થયા આજન્મ નીરોગી.
ગૌતમે જોયો સંન્યાસી,
થયા આજન્મ વિરક્ત.
ગૌતમે જોયો મૃતદેહ ,
થયા અજરઅમર.
ગૌતમે જોયો વૃદ્ધ ,
થયા આજન્મ યુવા.
અફસોસ એ વાતનો
કે ગૌતમે જોયો હોત શૂદ્ર ,
એ જ ઘડી થયા હોત
આંબેડકર.
(કવિતાસંગ્રહ
‘કવિનો અવાજ’,૨૦૦૯માંથી )
No comments:
Post a Comment