ક્રોંચવધથી
તમસા તીરે દ્રવી ગયા કવિ , તમે.
સ્ફૂટ્યુ – ફૂટ્યું ઝરણ
અનુષ્ટુપ છંદ તણું .
રચ્યું આપે રામકાવ્ય.
શમ્બુકવધ કર્યો રામે
ત્યારે કેમ ન દ્રવ્યા તમે?
શમ્બૂક તો હતા તપસ્વી, ઋષિ
જ્ઞાની-વિજ્ઞાની .
અપરાધ માત્ર એટલો
જન્મ ધર્યો શૂદ્રયોનિ થકી .
મનુષ્ય માત્રને અધિકાર જ્ઞાનનો .
જ્ઞાનીનો વધ કેમ કરાય ?
ભુજંગી છંદ ન જન્મ્યો કેમ?
(કવિતાસંગ્રહ ‘નિષાદ’
૨૦૧૨માંથી)
No comments:
Post a Comment