પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

પગ બ્રહ્માના



અમે તો પગ ભ્રહ્માના.
યુગોથી બસ ચાલતા રહ્યા કશુંક શોધતા,
ત્યારેપૃથ્વી નહોતી, સૂર્ય નહોતો.
હાઈડ્રોજનના બળબળતા દરિયામાં
અમે ચાલતા રહ્યા.
પૃથ્વીનો જન્મ થયો ,
ત્યારે અમે અવતરણ કર્યું તેની લાવારસથી
ખદબદતી શિલાઓ પર.
કેટકેટલાં લોહી અને લાવારસના દરિયા
અમે ખૂન્દ્યા.
કુરુક્ષેત્ર-ટ્રોય-કલિંગ-હિરોશીમા-નાગાસાકી,
કેટલાં શબ અમે ઢસરડીને લઇ ગયા
ગીધભૂમિમાં.
તોય હજીયે ચાલતા રહ્યા .
કેમકે ખૂટતો નથી આ લોહીમાંસથી
લથબથતો વિરાટ રસ્તો,
અમે તો પગ બ્રહ્માના
યુગોથી બસ ચાલતા રહ્યા કશુંક શોધતા.

No comments:

Post a Comment