ગામવચાળે
ભાર બપ્પોરે
નિર્વસ્ત્ર કરી
ઊભી બજારે
હૂરિયો બોલાવી
ફેરવી એને.
એ કુંવારી નહોતી
પરિણીતા નહોતી
વિધવા નહોતી
કન્યા નહોતી
પ્રોઢા નહોતી
વેશ્યા નહોતી
સ્ત્રી નહોતી
મતદાર યાદીમાં
એનું નામ નહોતું.
એનું કોઈ ગામ
નહોતું,
એનો કોઈ ધર્મ
નહોતો,
એની કોઈ ભાષા
નહોતી,
એને આબરૂ નહોતી,
એને લજ્જા નહોતી,
એ ગુનેગાર હતી.
કેમકે ફક્ત જન્મે
તે અછૂત હતી.
એનું લૂંટાયેલું
સ્વમાન પાછું આપી જાઓઅને
લઇ જાવ તમારું
અનામત.
No comments:
Post a Comment