અમને એમ ન થાય
કે
અમારું પણ એક ગામ
હોય,
નેએની બજાર વચાળે
માથું ટટ્ટાર
રાખી હેંડતા જઈએ?
અમને એમ ન થાય કે
અમારો પણ એક
વીરડો હોય
સૌની સાથે
છાલિયું લઇ ખાડો
ખોદી
માટલું ભરતાં
જઈએ,
હૈયું છલકાવતાં
પાણિયારે જઈએ?
અમને એમ ન થાય,
કે –
અમારે પણ
ગામસીમાડે જમીન હોય?
અખાત્રીજના સપરમે
દા’ડે
હળબળદ લઇ ઘૂઘરા
રણકાવતા
ખેતરે જઈએ.
અમને એમ ન થાય કે
અમારે પણ
એક પાકું ઘર હોય
આભલું ચોધાર
વરસતું હોય
અને અમે
હોકલી પીતા ખાટલે
સૂતા હોઈએ.
No comments:
Post a Comment