પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

અમને કેમ નહિ ?




પારસીને દૂધમાં સાકાર સમાન
મિલાવી દીધા.
અમને કેમ નહિ ?

તુર્ક ઓ આરબ ઈરાનના લબ્જ
ભાષામાં ભેળવી દીધા,
અમને કેમ નહિ?

અંગ્રેજની નાતમાં ભળવા
ઘોતી-ચોટી છોડી દીદ્ધી:
અમારી નાતમાં કેમ ભળવું નહિ?

આર્ય આવ્યા ખૈબરઘાટથી
નાગકન્યા હરી ગયા.
અમને કેમ પોંખવા નહિ?

મનુસ્મૃતિ ભૂંસી આંબેડકરે,
અમને કેમ સ્વીકારો નહિ?

પાણી માટે તરસવું,
ઘર-ખેતર વગર રઝળવું ,
અમારે જ કેમ?

No comments:

Post a Comment