શાસ્ત્રો ભણી
ન તો થયા બુદ્ધ, ન મહાવીર.
શાસ્ત્રો જાણી
ન તો થયા કબીર, ન નાનક.
શાસ્ત્રો સમજી
ન તો થયા દયાનંદ , ન વિવેકાનંદ.
શાસ્ત્રો પઢી ,
ન તો થયા ગાંધી , ન જવાહર.
શાસ્ત્રો શીખી,
ન તો થયા આંબેડકર, ન જ્યોતિબા ફૂલે.
શાસ્ત્રો ગોખી,
થયા ધર્મધૂતારા, થયા દોલતશંકર!
No comments:
Post a Comment