પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

મૂઆ પછી વખાણ્યા




મહાભારતના રુધિરપાત પછી
ચાર્વાકને જાણ્યા.
કલિંગનાં મહાસંહાર પછી
બુદ્ધને જાણ્યા.
ફૂલોનો ઢગલો થયા પછી
કબીરને જાણ્યા.
વિષપાન દીધા પછી
દયાનંદને જાણ્યા.
અમેરિકાથી પાછા આવ્યા પછી
વિવેકાનંદને જાણ્યા.
તરસે તરસાવી તરછોડ્યા પછી
આંબેડકરને જાણ્યા .
ગોળીએ દીધા પછી
ગાંધીને જાણ્યા.
અફસોસ એ વાતનો,
જીવતે જાણ્યા નહીં
મૂઆ પછી વખાણ્યા!

No comments:

Post a Comment