ગામ છોડીને
શહેરમાં આવ્યો.
ધર્મ છોડીને
ચર્ચમાં આવ્યો.
નામ બદલીને
કોર્ટમાં આવ્યો.
જાત બદલીને ઓફિસમાં આવ્યો.
તોય તમે મને ઓળખી કાઢ્યો.
આંગળી ચીંધીને-
હસ્યા ,
ઘૃણાથી થૂક્યા.
તમે તો જબરા ત્રિકાળજ્ઞાની
વેદપંડિત
શાસ્ત્રપુરાણી
દેશ બદલું
રૂપ બદલું
નામ બદલું
તોય તમે ઓળખી કાઢો
મારા કપાળે દીધેલા તમે ડામ.
No comments:
Post a Comment