લે, સાંભળ
આ વંશાનુક્રમ વિજ્ઞાનીને.
દક્ષિણ આફ્રિકાના
કાલાહરી રણમાં ટાઢ તડકે,
ભૂખે રોગે પીડાતો
કાળો, કૂબડો
વાંકડિયા વાળ વાળો
બૂચો,જાડા હોઠવાળો
આદિવાસી તો નીકળ્યો
તારો વડદાદો.
જેને હડધૂત કરવામાં,
ધિક્કારવામાં
જુલ્મ ગુજારવામાં કશું ન રાખ્યું બાકી.
જેને અછૂત ગણ્યો
તે તો નીકળ્યો તારો સગો બાપ!
હવે
છે તારી પાસે કો’ જવાબ?
No comments:
Post a Comment