પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

શાને ભણવાં શાસ્ત્ર ?




વાંચવા, પામવા, જાણવા
જ્યારે ઇચ્છતા હતા અમે શાસ્ત્ર ,
મના ફરમાવી,
અંગૂઠા કાપી લીધા.
શિરચ્છેદ કીધા.
કવચ કુંડળ ઉતારી લીધાં,
વિસ્મરણના શાપ દીધા.

વાંચવા, પામવા, જાણવા
જ્યારે ઈચ્છીએ હવે
અમર્ત્ય સેનનું અર્થશાસ્ત્ર ,
કમ્પ્યૂટર ટેકનોલોજી,
અવકાશ વિજ્ઞાન.

ફરજ પાડે છે હવે શાસ્ત્રો ભણવા.

શૂદ્રને દેવાના ડામની વિધિ
અને
અવહેલનાના મંત્રો સિવાય નથી કશું જેમાં
શાને ભણવાં શાસ્ત્ર ?

No comments:

Post a Comment