દૂર રહો,
સ્પર્શ ન કરો અમ અસ્પૃશ્યોને.
ભલે અસ્પૃશ્ય રહેતા અમારી કન્યાઓનાં કૌમાર્ય
તમારી હિંસ્ત્ર વાસનાઓથી.
સ્પર્શ ન કરો અમ અસ્પૃશ્યોને,
ભલે
અસ્પૃશ્ય રહેતી અમારા પિતૃઓની તગતગતી પીઠો
તમારા
ક્રૂર ચાબુકોથી.
દૂર
રાખો તમારા લોહીથી ખરડાયેલા હાથ
અમારા
જાર-બાજરીના રોટલાઓથી.
હત્યારાઓ
સાથે સહ્ભોજન કરવું એટલે
પોતાનાં
જ શિશુઓનાં કલેજાંની વાનગીઓ આરોગવી.
ભલે
અસ્પૃશ્ય રહેતા
અમારાં
ખેતરોના લચકતા મોલ
તમ
લૂંટારાઓથી.
ભલે
અસ્પૃશ્ય રહેતાં અમારાં ગામ
સર્વનાશની
તમે પેટાવેલી અગ્નિજ્વાળાઓથી.
સદીઓથી
તમે સ્પર્શ્યા નથી
અમારા
સૂર્યના આત્મા જેવા શ્યામ વર્ણને.
હવે
સ્પર્શવાની કશી જરૂર નથી .
અમને
સ્પર્શશે
મધ્યાહ્નનાં
સૂર્યનો ઉજ્જવળ પ્રકાશ...
ખેતરની
માટી...
અને
નદીનું વહેતું જળ...
દૂર
રહો,
સ્પર્શ
ન કરો અમ અસ્પૃશ્યોને.
No comments:
Post a Comment