પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

પૃથ્વી ઘર




પોતાનું એક ઘર હોય ,
એને પૃથ્વી ઘર લાગે,

રોટીનો ટુકડો જો હોય પાસે ,
પૃથ્વી મીઠી લાગે.

ઓઢવા એક કામળી  હોય,
પૃથ્વી હૂંફાળી લાગે.

કંઠ જરી ભીનો કરવા ,
ઘૂંટ મઘુ  હોય જરી,
પૃથ્વી સ્વપ્ન લાગે.

આમાંનું કશું ન હોય,
પૃથ્વી નિરર્થક પરિભ્રમણ કરતો ગ્રહ લાગે.

No comments:

Post a Comment