પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

પડછાયો





‘O wood-cutter,
cut my shadow.’

હિંદુ બનું,
બૌદ્ધ બનું,
મુસલમાન બનું,
આ પડછાયો કપાતો નથી
મારાથી.

કુલડી ગઈ,
સાવરણી ગઈ,
આ પડછાયો છૂટતો નથી
મારાથી.

નામ બદલું,
કામ બદલું,
ઠામ બદલું,
જાત બદલું ,
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું,
વેશ બદલું,
ઇતિહાસ બદલું,
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા રચું
થાપણ બનું
કોઈ કાળે  આ પડછાયો ભૂંસાતો નથી.

‘O wood-cutter,
cut my shadow.’

No comments:

Post a Comment