પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

હજી તેઓ




હજી તેઓ
કાન પર ચઢાવે છે દોરા-ધાગા.

હજી તેઓ
ભૂલ્યા નથી ટીલાટપકાં ભસ્મ શિખા
મંત્ર તંત્ર યોગ સિદ્ધિ સમાધિ.

હજી તેઓ નામ આગળ
કુંવર, ઠાકુર, યુવરાજ,મહારાજા
અને નામ પાછળ
સિંહનું પૂંછડું છોડતા નથી,
ભલે
શિકાર કરે તેતર સસલાં હોલાંનો
નિર્ધન નિર્બળ ભૂમિહીનનો.

હજી તેઓ
ફ્લેટની દીવાલો પર
ટીંગાડે છે ઢાળ તલવાર બંદૂકો.
કાલ તો થયો ક્યારનો વિમુખ ,
તોય
ગોલાણાના પીટર પર ધસી જાય છે
ખુલ્લી તલવારે, ભરી બંદૂકે.

હજી તેમને
વર્ણાશ્રમ
ઉત્તમ શ્રમ વિભાજન વ્યવસ્થા હોવાનો
ઊંડે ઊંડે વહેમ રહ્યા કરે છે.

No comments:

Post a Comment