પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

અમે લોકો, એ લોકો




અમે લોકો
માટીની કુલડીમાં મહુડી
લોકો
ફ્રાન્સનો દ્રાક્ષાસવ.

અમે લોકો
ઢોલ થાપે બંસરી ફૂંકે
ઠેક
એ લોકો
ડિસ્કો ઠેક.

અમે લોકો
મકાઈના લોટનો
ડૂઓ,
લોકો કોર્ન-સૂપ.

અમે લોકો
કેરોસીનની દીવડીએ
વાળુ,
લોકો
કેન્ડલ ડિનર.

અમે લોકો
મકાઈનો રોટલો ને
ભાજીપાલો,
લોકો
મક્કે દી રોટી,સરસોં દા શાક.

અમે લોકો
આભમાં મબલખ તારા,
લોકો
ફક્ત ફાઈવ સ્ટાર !

No comments:

Post a Comment