ભલેને તું અમારે કૂવે પાણી ન ભરી શકે.
ભલેને,
ગામના છેડે , ઉકરડે તું ભૂંડની જેમ વસે,
આ ગામ,
આ વતન
તારું કહેવાય.
ભલેને તલાટીને ચોપડે
તારા નામે ન હોય ટુકડો જમીનનો .
આ દેશ- દેશની ભૂમિ તારાં કહેવાય.
ભલેને તું દૂરથી મંદિરની ધજાને નમી શકે,
આ ધર્મ તારો કહેવાય.
મંદિરની ઇંટમાં તારો હિસ્સો ગણાય.
ભલેને શૂદ્ર, અતિશૂદ્ર, પશુપુચ્છ સમાન,
તોયે તું માનવ કહેવાય.
No comments:
Post a Comment