એણે મારો દેશ પૂછ્યો,
છાતી ફૂલાવી મેં.
એણે મારો પ્રાંત પૂછ્યો,
ડોક ટટાર કરી મેં.
એણે મારો ધર્મ પૂછ્યો
જન્મે અકસ્માતે જે પ્રાપ્ત, મેં કહ્યો.
એણે મારી જાતિ પૂછી,
દુભાયું દિલ.
એણે મારી પેટાજ્ઞાતિ પૂછી ,
દુખતી દબાઈ રગ.
એણે મારો ગોળ પૂછ્યો,
હું ફસડાયો.
બસ કર ભાઈ, તારી લવારી,
મને માણસ રહેવા દે.
No comments:
Post a Comment